આદિવાસી સંગ્રહાલય


mesume information

કેન્દ્રની એક અતિ મહત્ત્વપૂર્ણ પ્રવત્તિ છે આદિવાસી સંગ્રહાલય, જેમાં જુદી જુદી જાતિઓ નમૂનારૂપ પૂરા કદનાં શિલ્પ બનાવી, તે જાતિ જેવાં મકાનોમાં વસતી હોય તેવાં જ મકાન અને તેમની જીવનશૈલીને ઉજાગર કરતા વસ્ત્ર, શસ્ત્ર, ઘરવખરી-સઘળું આબેહૂબ ગોઠવીને તે પરિસરનું દૃષ્ય ઊભું કર્યું છે. આદિવાસી કળાના વિકાસ અર્થે આ સંગ્રહસ્થાનનું મૂલ્ય અદ કેરું છે. ઉપરાંત, આ સંગ્રહસ્થાનના તસવીર કક્ષમાં જુદી જુદી આદિજાતિઓની વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન કરતા 35 મિમિના 4428 અને 120 મિમિના 211 ફોટોગ્રાફ છે. આ ઉપરાંત 35 મિમિની 720 અને 120 મિમિની 72 રંગીન ટ્રાન્સપરન્સી પણ છે. જે દ્વારા જુદી જુદી આદિજાતિઓના જીવનની ઝાંખી કરી શકાય છે. આ સંગ્રહસ્થાન દેશની વિવિધ આદિજાતિ વિસ્તારોની ઝાંખી કરાવતી 25 ફિલ્મોનો સંગ્રહ પણ ધરાવે છે. આ સંગ્રહસ્થાનની વિનામૂલ્ય મુલાકાત કરી શકાય છે.

સંગ્રહસ્થાન જોવા માટેનો સમય

સપ્તાહના દિવસો દરમિયાન 11-00 થા 17-30 કલાક | શનિવારના દિવસે 11-00 થી 16-30 કલાક રવિવાર તથા જાહેર રજાના દિવસોએ બંધ

સરનામું
આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર,
ગૂજરાત વિદ્યાપીઠ, આશ્રમમાર્ગ
અમદાવાદ – 380014
ઇ-મેઇલ : trti@gujaratvidyapith.org
ફોન નં : 079-27545165 / 079-40016398 / 079-40016393
How to Reach
સંબંધિત કડીઓ