Vice Chancellor


trti

Dr. Sudarshan Iyengar - Vice Chancellor

ગુજરાત રાજ્યમાં ૧૪.૭૬% અનુસુચિત જનજાતિના લોકો માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલીકૃત છે.યોજનાકીય લાભો દ્વારા આદિવાસી વિસ્તાર અને સમુદાયનો વિકાસ થઇ રહ્યો છે. એકવીસમી સદીમાં સરકાર દ્વારા અમલીકૃત યોજનાઓની માહિતી આ સમુદાય અને આ ક્ષેત્રે કામ કરનારા વંચિત ન રહે તેમજ તેમના જ વિસ્તારમાં સંપૂર્ણ માહિતી સુલભતાથી ઉપલબ્ધ બને તે માટે ઈન્ટરનેટ પર યોજનાલક્ષી વિગત મૂકવામાં આવી છે. સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામોમાં પણ જરૂરી માહિતી લોકો સુધી પહોંચે તે માટે ઈ-ગ્રામની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ વિભાગ તેમજ આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રની કામગીરીની વિગતોથી આદિવાસી સમુદાયના લોકો વાકેફ થાય અને વિકાસયાત્રામાં ભાગીદાર થાય તે માટે વેબસાઈટ બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જે એક પ્રસંશનીય બાબત છે. ઉપરાંત આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર દ્વારા થયેલ સંશોધન અભ્યાસ, તાલીમ અહેવાલો અને સંગ્રહાલયની વિગતો આદિવાસી અને બિનઆદિવાસી સંશોધકો, અભ્યાસકર્તા અને વિદ્યાર્થીઓ તેમજ વાચકમિત્રો ઉપયોગી બનશે.

આદિવાસી સમુદાયની ઓળખ અને અસ્મિતાની ઝાંખી વેબસાઈટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તેના અવતરણ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

Dr. Sudarshan Iyengar
Vice Chancellor of Gujarat Vidyapeeth