ગોપનીયતાની નીતિ
આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર ગુજરાત સરકાર, ભારતની આ વેબસાઈટની આપની મુલાકાત માટે અમારી ગોપનીયતાની નીતિની સમીક્ષા માટે આભાર.
તમે જ્યારે અમારી વેબસાઈટ મુલાકાત લો છો ત્યારે અમે તમારા નામ સરનામા જેવી અંગત માહિતી એકત્ર કરતા નથી. તમે આ માહિતી અમને આપવા ઈચ્છો છો તો તેનો ઉપયોગ અમારે માટે તો તમને તમારી વિનંતી અનુસારની માહિતી તમને ઉપલબ્ધ કરાવવા માટે જ છે.
તમે જ્યારે આ વેબસાઈટની મુલાકાત સતત લેતા હો ત્યારે અલબત્ત અમે કેટલીક ટેક્નિકલ માહિતી એકત્ર કરીએ છીએ. નીચેના વિભાગમાં એ દર્શાવ્યું છે કે કેવીરીતે તમારી આ વેબસાઈટની મુલાકાત દરમિયાન ટેક્નિકલ માહિતી એકત્રિત થાય છે.
આ માહિતી આપોઆપ જ એકત્રિત થઈને સંગ્રહિત થાય છે.
તમે જ્યારે બ્રાઉઝ કરો, વેબસાઈટમાં પાસાનું વાંચન કરો અથવા વેબસાઈટ પરની માહિતી ડાઉનલોડ કરો. ત્યારે તમારી આ મુલાકાત સંબંધિત અમુક ટેક્નિકલ માહિતી આપોઆપ જ એકત્રિત કરીને સંગ્રહિત કરીએ છીએ. આમાં તમારી ઓળખ થતી નથી. પરંતુ અમે આ વેબસાઈટની આપની મુલાકાત દરમિયાન જે માહિતી સંગ્રહિત કરીએ છીએ તે નીચે પ્રમાણે છે.
- તમારી સેવા ઉપલબ્ધ કરનારાઓના ઈન્ટરનેટનું કાર્યક્ષેત્ર (જેમ કે mtnl.not.in વેગેરે) તેનું IP સરનામું (IP સરનામું એટલે તમે જ્યારે આ વેબ ઉપર સર્ફિંગ કરતા હો ત્યારે તમારા કોમ્પ્યુટરને આપોઆપ આપવામાં આવતો સંખ્યાત્મક આંકડો) જ્યાંથી તમે અમારી વેબસાઈટ સુધીની પહોંચ પ્રાપ્ત કરી છે.
- તમે કેવી બ્રાઉસરથી (જેમ કે ફાયર ફોક્સ, નેટસ્કેપ, ક્રોમ) અમારી વેબસાઈટનો ઉપયોગ કરો અને તમારી સંચાલનવ્યવસ્થા (જેમ કે વિન્ડોઝ, લાઈનક્સ વગેરે)
- તમે જે તારીખ અને જે સમયે આ વેબસાઈટનો ઉપયોગ કર્યો તે માહિતી
- તમે અમારી વેબસાઈટના કયાં કયાં પાના કે URLs
- તમે જો અન્ય વેબસાઈટના માધ્યમથી આ વેબસાઈટ ઉપર પહોંચ્યા હો તો તે વેબસાઈટનું સરનામું.
આ માહિતીનો ઉપોયગ તમારી મુલાકાતને વધારે ઉપયોગી બનાવવા માટે છે. આ માહિતીના આધારે અમને જાણવા મળે છે કે અમારી વેબસાઈટની મુલાકાતે કોણ મુલાકાતીઓ આવે છે અને તેઓ કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અમે અમારી મુલાકાત લેનાર મુલાકાતીઓ કે તેમની મુલાકાતનો પીછો કરતા નથી.
કુકીઝ
તમે જ્યારે કોઈ વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે તેઓ તમારા કોમ્પ્યુટર / બ્રાઉસિંગ પદ્ધતિ પર સોફ્ટવેરના કેટલાક ટૂકડા ડાઉનલોડ કરે છે. જેને 'કૂકીઝ' કહેવાય છે. આ પૈકી કેટલાંક કૂકીઝ તમારા કોમ્પ્યુટરની ભવિષ્યમાં ઓળખ થઈ શકે તે હેતુથી કેટલાંક અંગત માહિતી એકત્ર કરી લે છે. જો કે અમે તો માત્ર ‘non-persistent’ અને pre-session કૂકીઝનો ઉપયોગ જ કરીએ છીએ.
Pre-session કૂકીઝનું ટેક્નિકલ ઉપયોગ માટે છે. જેમ કે, આ વેબસાઈટ મારફતે તમને અંતરાય રહિત માહિતી મળતી રહે. આ કૂકીઝ, વપરાશ કરતાઓની અંગત માહિતી એકત્ર કરતા નથી. તેમજ તમે વેબસાઈટ છોડી દો તેની સાથે જ આવી માહિતી ભૂસાઈ જાય છે. કૂકીઝ કાયમી ડેટા રેકર્ડ કરતું નથી. અને તમારા કોમ્પ્યુટરના હાર્ડડ્રાઈવ પર તેને સંગ્રહિત પણ કરતી નથી. કૂકીઝ માત્ર 'મેમરીઝ'માં સંગ્રહીત થાય છે, અને બ્રાઉસર સેસન કાર્યરત હોય ત્યારે જ ઉપલબ્ધ થઈ શકે છે. વળી, તમારું બ્રાઉસર બંધ કરો કે કૂકીઝ તરત અદૃશ્ય થઈ જાય છે.
અમે અંગત માહિતી જો એકત્ર કરતા હોઈએ તો તે માત્ર તમને સહાયક બન્યાના ઉદ્દેશ્યથી જ. જેમ કે, તમે કોઈ માહિતી માટે વિનંતી કરો તો તે મોકલવામાં સહાયક થઈ શકાય તેટલા જ હેતુથી જ. કદાચ તમે અમને તમારી અંગત માહિતી આપવા ચાહો તો – જેમ કે 'અમારો સંપર્ક કરો'ની અરજી કરતા સમયે, તો એક ઇ-મેઇલ સરનામું અથવા ટપાલવ્યવહાર માટેનું સરનામું વેબસાઈટ મારફતે આપજો. અમે આ માહિતીનો ઉપયોગ તમારા સંદેશાનો પ્રતિભાવ આપવા માટે કરીશું. તમને જે માહિતીની જરૂર છે, તે પહોંચાડવા માટે કરીશું. તમે આપેલી આ બાબતની તમારી માહિતી અમે અન્ય સરકારી એજન્સી સાથે તો જ વહેંચીશું, જો તમારો પ્રશ્ન તે સરકારી એજન્સી સંબંધિત હોય અથવા કાનૂની દૃષ્ટિએ તેમ કરવું આવશ્યક હોય.
અમારી વેબસાઈટમાં ક્યારે પણ વ્યાવસાયિક બજાર વ્યવસ્થાના હેતુ માટે વ્યક્તિગત પ્રોફાઈલ તૈયાર કરતા નથી કે તેવા હેતુ માટે કોઈ માહિતી એકત્ર કરતા નથી. કોઈ બહારથી આવતા પ્રશ્નો પ્રતિભાવ આપવા માટે અથવા અમારા માટે કંઈ ટીકા-ટીપ્પણી કરવા માટે તમારે તમારો ઇ-મેઇલ એડ્રસ આપવું પડતું હોય ત્યારે પણ અમારી વિનંતી છે કે તેવા અન્ય કોઈપણ પ્રકારની અન્ય માહિતી આપ-લે કરશો નહિ. તમે જ્યારે કોઈપણ વેબસાઈટની મૂલાકાત લો ત્યારે તેઓ તમારા કમ્પ્યુટર/બ્રાઉસીંગ પદ્ધતિ પર સોફ્ટવેરના કેટલાક ટૂકડાઓ ડાઉનલોડ કરે છે. તેને કૂકીઝ કહેવાય છે. કૂકીઝમાં કેટલાંક કૂકીઝ તમારા કમ્પ્યુટરની ભવિષ્યમાં ઓળખ થઇ રહે તે માટે કેટલીક અંગત માહિતી એકત્ર કરે છે. જો કે, અમે તો માત્ર નોન પર્સિસ્ટન્ટ અથવા Per-session કૂકીઝનો જ ઉપયોગ કરીએ છીએ.
સાઈટની સલામતી
- સાઈટની સલામતીના હેતુસર અને એ સુનિશ્ચિત કરવા માટે કે આ સેવા વપરાશકારોને માટે સદા ઉપલબ્ધ રહી શકે તે માટે આ સરકારી કમ્પ્યુટર પદ્ધતિમાં, કેટલાંક વ્યાવસાયિક સોફ્ટવેર કાર્યક્રમોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી કોઈ માહિતી અપલોડ કરવા અથવા તેમાં પરિવર્તન કરવા માંગતા અન-અધિકૃત પ્રયાસને ઓળખી અને દૂર રાખી શકાય, નહિતો વેબસાઈટને વધુ નુકસાન થઈ શકે છે.
- અધિકૃત તપાસ માટેની કાનૂની જરૂરિયાત સિવાય વ્યક્તિગત ઉપયોગકર્તાઓ અથવા તેમની ઉપયોગ પદ્ધતિ ઓળખી કાઢવા માટે કોઈ અન્ય પ્રયાસ કરવામાં આવતો નથી. Raw data log નો કોઈ અન્ય ઉપયોગ નથી. સમયાંતરે તેમનો નાશ કરવામાં આવે છે.
- આ વેબસાઈટ પર અન-અધિકૃત રીતે માહિતી ઉમેરવાના કે તેમાં ફેરફાર કરવાના પ્રયાસો ઉપર સખત પ્રતિબંધ છે. ભારતીય માહિતી પ્રોદ્યોગિકી અધિનિયમ હેઠળ એવું કૃત્ય શિક્ષાને પાત્ર છે.