ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીની સ્થાપના અમદાવાદમાં સને 1962માં થઈ હતી. આ સંસ્થા રાજ્યના આદિજાતિ સમુદાયો સંબંધિત સંશોધનો હાથ ધરે છે. હાલમાં રાજ્યમાં 25 જનજાતિઓ વસે છે, જેમાં 5 ગુજરાતના આદિમજૂથ (Primitive Tribe Groups)નો પણ સમાવેશ થાય છે. 1920માં મહાત્મા ગાંધી સ્થાપિત અને ગાંધીવિચાર આધારિત ગ્રામાભિમુખ, અહિંસક અને સંપોષિત સમાજરચના માટે કામ કરી રહેલી ગૂજરાત વિદ્યાપીઠ (જે એક વિશ્વવિદ્યાલય પણ છે)નો જ એક હિસ્સો હતી. જે અત્યારે ગાંધીનગર બિરસામુંડા ભવન ખાતે કાર્યરત છે.